સિદ્ધપુરમાં રૂદ્રમહાલય સમયનું મા બહુચરનું સ્થાનક
દેસાઇના મહાડની સામે મા બહુચર બિરાજે છે
બહુચરન્તી ઈતિ બહુચરા
બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં આવેલું નગર છે. ગુજરાતમાં પૂજવામાં આવેલા ત્રણ શક્તિપીઠોમાંનું એક છે. બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિરના કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ૩ ગામો આપ્યા, આ ગામોને ૧૦,૫૦૦ રૂ.માં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા.
શ્રી બહુચર માતાજીનું મંદિર ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડયો હતો.
બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.
પુરાણોમાં વર્ણાવ્યા મુજબ બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જુનવાણી રૂપમાં બહુચરાજી માતા દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો.
ભગવાન કપિલ મુનિ અને કર્દમ મુનિની પ્રાર્થના પર તેમણે તેમને દર્શન આપ્યા હતા.
એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજેસિંહના કુળમાં થયો હતો. જોકે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મ્યો છે, અને તેજપાલ નામ આપવામાં આવ્યું હતું. તેઓ એ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા હતા. ત્યાં તેના સાસુ-સસરાને તેના આ રહસ્યની જાણ થઇ તેથી તે ત્યાંથી ઘોડો લઇને વન તરફ નીકળ્યો. ત્યાં બહુચર માતા બેઠા હતાં, ત્યાં તળાવમાં ઘોડો ડુબાડવા ગયો, ત્યાં તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો હતો. આમ બોરુવનમાં માતાજી બેઠા હતાં, માતાજીએ તેની લાજ રાખી.
વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને આ બંને ભાઇઓ માતાજીના ભક્ત હતા, તેઓ બોલી શક્તા ન હતા, માતાએ તેઓને દર્શન આપ્યાં અને સરસ્વતિ દેવી આશીર્વાદ અપાવીને તેમને વાણી આપી હતી, અને તે સમયે મોંમાંથી પહેલા શબ્દો જે બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા. આમ આનંદના ગરબાની રચના થઇ.
શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં. માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે, માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે, અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી, માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. માનવામાં આવે છે, કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતાવવામાં આવી હતી.
મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલંકઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુંટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેનું મંદિર છે, તથા શ્રી ચાચર મંદિરના ની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે.
સિદ્ધપુરમાં આદ્યશક્તિ શ્રી બહુચરમાનું રૂદ્રમહાલય સમયનું પ્રાચીન મંદિર આવેલું છે જે રૂદ્રમહાલયની પાસે જ અને રૂદ્રમહાલયના પ્રાચીન ઇતિહાસ સાથે જ જોડાયેલ છે. જે સમયે રૂદ્રમહાલયનું નિર્માણ કરવા માટે શિલ્પકારો (સોમપુરા)ને બોલાવવામાં આવેલા ત્યારે તેમણે જ આ સ્થળે પોતાના યજન-પૂજન કાર્ય કરવા હેતુથી શ્રી બહુચર માતાજીના મંદિરનું નિર્માણ કરેલ અને માતાજીનું યજન-પૂજન કાર્ય કરીને પછી જ રૂદ્રમહાલયના નિર્માણ કાર્ય માટે નીકળતા. જ્યારે મોગલ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીએ રૂદ્રમહાલયને વિધ્વંસ કરવા માટે આક્રમણ કર્યું હતું ત્યારે તે સમયે આ શ્રી બહુચર માતાજીના પૂજારી શ્રીએ માતાજીના સંકેત મુજબ તેને ચમત્કાર બતાડવા માટે જ બાદશાહને શંખલપુર જવા કહ્યું હતું અને ત્યારબાદ આ બાદશાહ તેને લશ્કર સાથે શંખલપુર ગયો અને જ્યાં માતાજીના કૂકડા તેના લશ્કરે ખાધા તેના પછી માતાજીના એક કૂકડાના ટહુકા માત્રથી જ બધા જ ભક્ષ્ય કરેલા કૂકડા સૈનિકોના પેટ ફાડીને જીવતા બહાર નીકળ્યા અને બાદશાહનું લશ્કર ત્યાં ને ત્યાં જ મોતને ભેટ્યું. જેનો ઉલ્લેખ શ્રી બહુચર બાવનીમાં મળે છે.
નિજ મંદિરમાં માતાજીના આંગી તેમજ ગોખનું યજન-પૂજન થાય છે જે છેલ્લાં ૧૬૭ વરસથી પેઢી દર પેઢી શુક્લ મોહનલાલ દુર્લભરામના વંશજો સંભાળે છે. સંવત ૧૮૯૮માં ગાયકવાડ સરકારે સેવા માટે આપેલ છે. વર્તમાનમાં શ્રી બચુભાઈ મોહનલાલ શુક્લ છેલ્લાં બાસઠ વરસથી અવિરત માતાજીની સેવાપૂજા કરે છે તેમજ પોતે શ્રી બાલા ત્રિપુરા સુંદરીના દીક્ષાર્થી પણ છે. છેલ્લાં પિસ્તાળીસ વરસથી નિજ મંદિરમાં સીંગતેલનો અખંડ દીવો પણ ચાલે છે. ખાસ કરીને દર રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ આવે છે અને પોતાની માનતા પૂરી થયાનો સંતોષ પ્રાપ્ત કરીને જાય છે. શ્રી બહુચર માતાજીની કૃપાથી જેને સંતાન સુખ ન હોય, શરીરમાં કોઈ પણ અસાધ્ય રોગ (જેમાં સર્જરી સુધીના રોગો) થયા હોય વિગેરે પણ શાંત થયાના અસંખ્ય ભક્તોને અનુભવ થયા છે. સોમપુરા તેમજ મોઢ, ઘાંચી વગેરેની કુળદેવી પણ શ્રી બહુચર માતાજી છે. માતાજીનો પ્રિય પ્રસાદ સાકર, સુખડી ને શ્રીફળ છે. તેમજ માને ચાંદીની ધાતુ પ્રિય છે. ચાંદીની જીભ ચઢાવવાથી બાળકો બોલતા થાય છે. કોઈ પણ અંગની વ્યાધિ હોય તો ચાંદીનું અંગ ચઢાવવાથી માતાજી મટાડે છે.