7 એપ્રિલ વિશ્વભરમાં “વિશ્વ આરોગ્ય દિવસ” તરીકે ઉજવાય છે. દર વરસે આ દિવસે આખા વરસ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ એક ચોક્કસ વિષય ઉપર કેન્દ્રીત થઈ એ વિષયને “થીમ (THEME)” તરીકે જાહેર કરે છે. આ વરસની THEME “ડીપ્રેશન” છે.

“માનસિક હતાશા” તરીકે જાણીતી આ પરિસ્થિતિ વિવિધ કારણોસર ઊભી થાય છે અને સમયસર એનું નિદાન તેમજ ઉપાય ન થાય તો બ્લડપ્રેશર, ડાયાબિટીસ, માનસિકતાણ, એસિડિટી અને અલ્સર જેવા ભયંકર રોગોથી માંડીને આપઘાતના અંતિમ પગલાં સુધી લઈ જાય છે. અગત્યની વાત તો એ છે કે, ડીપ્રેશનથી પીડાતાં 50% દર્દીઓ 14 વરસની નીચેની ઉંમરના અને 75% દર્દીઓ 24 વરસની નીચેની ઉંમરના હોય છે. પુરુષ કરતાં મહિલાઓમાં ડીપ્રેશનનું પ્રમાણ બમણું હોય છે.

આ સમગ્ર વિષયને આવરી લઈ સરળ સમજ આપતો તેમાંથી બહાર આવવાનો ઉપાયો ચર્ચતો આ લેખ સૌને ઉપયોગી બનશે.

 

ડીપ્રેશન એટલે શુ ? :

માનવી જ્યારે માનસિક રીતે મુંઝાઈ જાય ત્યારે તેનો સ્વભાવ બદલાઈ જાય છે.

•    એક પ્રકારની હિણપતની લાગણી અનુભવે છે.

•    ગમતી બધી જ વસ્તુઓ ગમે નહીં.

•    આ બધી જ અવસ્થાને “ડીપ્રેશન (હતાશા)” કહેવાય.

 

ડૉક્ટરોની ભાષામાં :

•    સતત દુઃખી હોવાની લાગણી.

•    એકાગ્રતાનો અભાવ.

•    કોઈ પણ આનંદદાયક વસ્તુ જીવનમાં બનતી હોય ત્યારે

     અથવા

•    બીજા લોકો જ્યારે આનંદ કરતા હોય ત્યારે પણ જે વ્યક્તિ આનંદ કે ઉત્સાહ અનુભવી ન શકે.

•    સતત નિરાશામાં જ રહે.

•    તેવા લોકો ડીપ્રેશનથી પીડાય છે તેમ કહી શકાય.

 

ડીપ્રેશનની બીજી બિમારીઓ :

•    ચિંતા

•    નિરાશા

•    ભય

•    ગુનો કર્યો હોય તેવી લાગણી

•    દુઃખ

•    કોઈ વાતમાં રસ ન પડે

આ બધાના જેવી લાગણી એટલે ડીપ્રેશન.

વ્યક્તિ વ્યક્તિએ આવા “ડીપ્રેશન”નો સમય એક મહિનાથી એક વર્ષ કે તેથી વધી (સારવાર ન કરવામાં આવે તો) આખી જિંદગી સુધી રહે છે.

 

ડીપ્રેશનની શરીર ઉપર અસર :

ડીપ્રેશનની શરીર ઉપર અતિશય ખરાબ અસર થાય છે.

ડીપ્રેશનની મગજ ઉપર અસર થાય ત્યારે...

અ.   વારેવારે ગુસ્સે થઈ જાય.

બ.   મારામારી કરે.

ક.   તોડફોડ કરે.

ડ.   ભાન ગુમાવી બેસે અથવા

ઈ.   કશું કર્યા વગર સુનમુન બેસી રહે.

રોજિંદા કાર્યક્રમમાં પણ રસ લે નહીં આ ડીપ્રેશનનો એક પ્રકાર છે.

 

ડીપ્રેશનનાં લક્ષણો :

વ્યક્તિએ વ્યક્તિએ લક્ષણો બદલાય છે.

1.    કોઈ પણ બાબતમાં રસ ન લે.

2.   કોઈ વાર ખૂબ રડે.

3.   નાની-નાની બાબતમાં અપસેટ થઈ મૂડ બગાડી મૂકે.

4.   મ્હોં પર સતત દુઃખનો ભાવ રાખે.

5.   કોઈ વાત કરવા જાય તો મૂંગા બેસી રહે.

6.   ઘાંટા પાડે.

7.   ખાવામાં કે પીવામાં બિલકુલ રસ ન લે.

8.   મૂળ વજન કરતાં પાંચ ટકા જેટલું વજન વધે કે ઓછું થાય

     અથવા

9.   ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં વજન વધે નહીં પણ ઓછું થાય.

10.  બરોબર ઊંઘી શકે નહીં.

11.   સતત ઉશ્કેરાટ અનુભવે.

12.  ખૂબ થાક લાગે.

13.  સતત આપઘાત કરવાનો વિચાર આવે.

14.  પોતાની કોઈને પડી નથી એવું અનુભવે અને વારેવારે કહી સંભળાવે

આ ડીપ્રેશનના લક્ષણો છે.

 

ડીપ્રેશનનું નિદાન :

ડીપ્રેશનના નિદાન માટે કોઈ પદ્ધતિ શોધાઈ નથી. ડીપ્રેશન છે કે નહીં તે નક્કી કરવા

1.   લક્ષણો જાણવા પડે.

2.   ફેમિલી હિસ્ટરી જાણવી પડે.

3.   કુટુંબના બીજા કોઈ સભ્ય પાસે જો પૂરક માહિતી હોય તો તે પણ જાણવી પડે.

 

દર્દીને નીચે પ્રમાણે પૂછપરછ કરી શકાય.

1.   લક્ષણો શું છે ?

2.   પહેલાં આવા લક્ષણો થતા હતાં ?

3.   આવા લક્ષણો કેટલા વખતથી છે ?

4.   આવાં લક્ષણોની ઉગ્રતા (વધારે પ્રમાણમાં) કેટલી ?

5.   તેમણે આજ સુધી ડીપ્રેશન માટે કોઈ સારવાર લીધી છે ?

6.   કઈ જાતની કેટલા પ્રકારની સારવાર લીધી છે ? કઈ સારવારથી ફાયદો થયો છે કે નહીં ?

 

ડીપ્રેશન થવાનાં કારણો :

1.   વારસાગત હોય.

2.   વાતાવરણ (કૌટુંબિક, સામાજિક, આર્થિક) કેવું છે.

3.   માનસિક કારણ હોય.

4.   દવાઓની આડઅસર હોય.

ડીપ્રેશનનો એક પ્રકાર ‘બાયપોલર ડીપ્રેશન’ મોટે ભાગે વારસાગત અથવા તો કુટુંબમાંથી ઉતરી આવે છે. ન્યુરોકેમીકલ્સ અથવા ન્યુરોટ્રાન્સમીટર્સ (મગજના સંદેશા લઈ જનાર અને લાવનાર તત્ત્વો)ની મગજમાં કોઈ કારણસર વધઘટ થાય.

આ ઉપરાંત,

વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી છે ?

દા.ત. નિરાશાવાદી હોય,

      સતત માનસિક તનાવમાં હોય,

      નકારાત્મક વિચારોવાળો હોય,

 

વાતાવરણના વધારાના કારણોમાં…

1.    સતત બીમારી હેરાન કરે

2.   કોઈ ખૂબ વ્હાલી વ્યક્તિનું મૃત્યુ થયું હોય

3.   તો ધંધામાં મોટું નુકસાન થયું હોય

4.   નોકરી છૂટી ગઈ હોય

5.   સગર્ભાવસ્થા હોય ત્યારે ચિંતા રહેતી હોય

6.   અંગત સગા (પતિ- પત્ની, દીકરા, દીકરી, મા-બાપ) સાથે અણબનાવ હોય

7.   છૂટાછેડા લીધા હોય

8.   દારૂ કે બીજી કોઈ તમાકુ વગેરેની ટેવ હોય

9.   ખૂબ ઘ્યાનથી કામ કરવા છતાં ધંધામાં નોકરીમાં કે અંગત જીવનમાં ધાર્યું પરિણામ ન મળતું હોય

10. આર્થિક તકલીફ હોય

11. વારે વારે રહેવાની જગ્યા બદલાતી હોય

12. ના ગમતી વ્યક્તિ કે જગાએ રહેવાનું હોય

13. પૂરતી ઉંઘ ન આવે ત્યારે ડીપ્રેશન આવે.

 

દવાઓને કારણે પણ ડીપ્રેશન આવે દા.ત. ઊંઘવાની દવા અને કેટલીક હૃદયરોગ માટે આપેલી દવાઓથી પણ ડીપ્રેશન આવી શકે.

 

ડીપ્રેશન શું અસર થાય છે? :

1.      નિરાશાવાદી બનો

2.      નકારાત્મક વિચારસરણી થાય

3.      ઊંઘ બરોબર ન આવે.

4.      કોઈ વસ્તુમાં રસ ના પડે.

5.      માથુ દુઃખે

6.      ડોક અને બરડો દુઃખે

7.      પેટના લક્ષણો- ગેસ થવો ખોરાકનું પાચન ન થવું, એસીડીટી, ઉબકા, ઉલટી, સંગ્રહણી (ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ)

8.      શ્વાસની તકલીફ

9.      ચિંતા

10.    કોઈ વાર કબજીયાત કોઈ વાર ઝડા થઈ જવા.

11.    આવી વ્યક્તિને બીજા કોઈ પણ કારણ ન હોય છતાં ‘કેન્સર’ થાય

12.    સામાન્ય દુઃખાવાની અસર પણ ડીપ્રેશનવાળી વ્યક્તિને ખૂબ વધારે પ્રમાણમાં થાય.

13.    કારણ વગર બહુ થાક લાગે, સુસ્તી લાગે, પથારીમાં પડ્યા રહેવાનું મન થાય.

 

ડીપ્રેશન વિશે કેટલીક સામાન્ય વાતો :

1.   ડીપ્રેશનનો મોટો હાઉ ઊભો કરશો નહીં.

2.   જેમ શરદી ખૂબ સામાન્ય છે અને જગતની દરેક વ્યક્તિને થાય તેવી બીમારી છે તે જ રીતે

3.   માનસિક બીમારીઓમાં ડીપ્રેશન પણ ખૂબ સામાન્ય બિમારી ગણાય છે.

4.   જગતની દરેક વ્યક્તિને જિંદગીભર કોઈ ને કોઈ વખતે કાંઈ ને કાંઈ નાના-મોટાં કારણોથી ડીપ્રેશન આવે છે.

5.   ડીપ્રેશન કેટલો વખત રહે અને ક્યારે જતું રહે તેનું કાંઈ જ નક્કી હોતું નથી.

 

ડીપ્રેશનની સારવાર કેવી રીતે કરશો ? :

1.   નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવાથી ડીપ્રેશન મટી શકે છે.

2.   કસરત કરવાથી ડીપ્રેશન કાબૂ મેળવી શકાશે.

3.   આઉટડોર ગેમ્સ માટે બહાર જોવા જાઓ અથવા ટીવી પર જૂઓ.

4.   કોઈ વાજિંત્ર શીખો કે ગાવાનો શોખ કેળવો અથવા ચિત્રકામ શીખો.

5.   વાર્તાની ચોપડીઓ વાંચો.

6.   ખોરાક (ન્યૂટ્રીશન)નું ધ્યાન રાખો.

7.   તમને લખવાનો શોખ હોય તો લખો – કવિતા, વાર્તા, પત્ર જે ફાવે તે લખો.

 

ગુજરાતના 27% બાળકો ડીપ્રેશનની સમસ્યાથી પરેશાન છે :

•    પુખ્તવયની વ્યક્તિમાં જ નહીં, ગુજરાતના 7 થી 11 વરસના બાળકોમાં પણ ડીપ્રેશનના કેસ વધી રહ્યા છે.

•    ગુજરાતના બાળકો માત્ર ડીપ્રેશન જ નહીં, પણ

     -  વધારે પડતી ચિંતા

     -  અટેન્શન ડિસિફિટ હાયપરએક્ટિવિટિ ડિસઓર્ડર (એડીએચડી) વધી રહ્યું છે એવું સ્કૂલ હેલ્થ

        પ્રોગ્રામના અહેવાલમાં બહાર આવ્યું છે.

     સ્કૂલ હેલ્થ પ્રોગ્રામના અહેવાલ મુજબ –

     •  27% ડીપ્રેશનના શિકાર છે

     •  20% બાળકો એન્ક્ઝાઈટીની સમસ્યાથી ઘેરાયેલા છે.

આ બંને સમસ્યા ખાસ કરીને 7 થી 13 વયજૂથના બાળકોમાં જોવા મળી છે.

આનું કારણ શું ?

તજજ્ઞોના મત મુજબ આજની અતિ વ્યસ્ત જીવનશૈલીમાં –

1.   મોટાભાગના માતા-પિતા નોકરીમાં વ્યસ્ત રહે છે.

2.   બાળક 2 વર્ષનું થાય એ સાથે જ તેને પ્લે ગ્રુપમાં મોકલી દેવાનું વલણ રહે છે.

3.   માત-પિતા તેમના બાળકોને જેટલો સમય આપવો જોઈએ તેટલો આપતા નથી. જેના કારણે બાળક અવગણાયાની ભાવના અનુભવે છે અને સમસ્યાના મૂળીયા નંખાય છે.

4.   બાળક અચાનક જ એકલું રહેવા લાગે છે.

5.   તેનામાં ચિડિયાપણું આવી જાય છે.

આ સમસ્યા વકરે તે પહેલાં જો ગંભીરતાથી લેવાય તો એને નિવારી શકાય છે.

 

ડીપ્રેશન સામાન્ય રીતે કઈ ઉંમરે ડેવલોપ થાય છે ?

•    50% લોકોમાં 14 વર્ષની ઉંમરની અંદર ડીપ્રેશન ડેવલપ થાય છે.

•    75% લોકોમાં 24 વર્ષની ઉંમરની અંદર ડીપ્રેશન ડેવલપ થાય છે.

આમ, મહદ્અંશે આ બાળકો / યુવાનોને સૌથી વધુ સ્પર્શતો પ્રશ્ન છે

સ્કૂલ / કૉલેજમાં પોઝિટિવ સપોર્ટ નેટવર્ક ઊભું કરવું જોઈએ.

બાળકને / યુવાનને જીવન જીવવાની અને તણાવ દૂર કરવાની આવડત કેમ વિક્સે તેની તાલીમ આપવી જોઈએ.

ભાવનાઓને કેવી રીતે કાબૂમાં રાખવી એ અંગેની પણ તાલીમ અને માર્ગદર્શન આપવું જોઈએ.

 

પુરુષ કરતાં મહિલા ડીપ્રેશનનો ભોગ ડબલ બને છે.

આ ક્ષેત્રના નિષ્ણાંત મુંબઈના ડૉ. યુસુફ માચિસવાલાના મત મુજબ પુરુષોની સરખામણીમાં મહિલા બમણી સખ્યામાં ડીપ્રેશનનો ભોગ બને છે.

કારણ કે,

•    વધતી ઉંમર સાથે શારીરિક ફેરફાર દરમિયાન મહિલાઓ વધુ ડીપ્રેશનનો ભોગ બને છે.

•    મહિલા ગર્ભવતી હોય ત્યારે તેમજ ડિલીવરી બાદ પણ તેને તેના બાળકના ભવિષ્યની ચિંતા સતાવે છે.

•    મોનોપોઝ દરમિયાન પણ મહિલામાં ઘણા ફેરફાર આવે છે.

•    પારીવારિક જવાબદારી અને બાળકોના લગ્ન બાદ થતી ચિંતા વગેરેના કારણે પણ મહિલામાં ડીપ્રેશન વધે છે.

 

ડીપ્રેશનમાંથી બહાર આવવા શું કરવું ?

•       એવા કામો કરો કે જે તમને રિલેક્સ કરે, ઊર્જા આપે અને ફીલ-ગુડ ફેક્ટર કરાવે. :

          આમાં હેલ્ધ લાઈફસ્ટાઈલ અનુસરવું. સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકાય તે શીખવું. તમે જે કરી શકતા હોય તે મર્યાદા નક્કી કરી અને તમારા દિવસમાં આનંદદાયક પ્રવૃત્તિઓનું શિડ્યુલ ગોઠવવા જેવી સામાન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે.

•       આઠ કલાક ઊંઘવાનું લક્ષ્ય રાખો.

          ડીપ્રેશનનો ઊંઘની સમસ્યા સાથે સીધો સંબંધ છે. જો તમે ઓછું ઊંઘતા હોવ કે વધુ ઊંઘતા હોવ તો તે તમારા મૂડને અસર કરે છે. ઊંઘની સારી ટેવ પાડીને સારું અને હેલ્થી ઊંઘવાનું શિલ્ડુલ ગોઠવો.

•       હળવા થવાના ટેક્નીક્સની પ્રેક્ટિસ કરો.

          યોગ, ઊંડા શ્વાસ લેવા, મસલ રિલેક્સ કરવા જેવી કસરતો કરીને અથવા મેડિટેશન જેવા રોજિંદી કવાયત કરો તો ડીપ્રેશનમાંથી રાહત મળી શકે છે. સ્ટ્રેસ ઘટી શકે છે અને જીવનમાં આનંદ અને સારપતા અનુભવી શકાય છે.

•       અન્યોને હળતા-મળતા રહો

         ડીપ્રેશન તમને અતડા રાખવા તરફ પ્રેરે છે. તેનાથી દૂર રહો. તમે સામાજિક સપોર્ટ તરફ જાઓ. જે તમને રિકવરી માટે જરૂરી છે. એમ કરવાથી તમારો મૂડ સારો થશે અને જીવન તરફનો વિચાર સુધરશે. સારા, સમર્પિત, નિર્ણયાત્મક અને તમને સારી રીતે સાંભળતા હોય તેવા મિત્રો, સાથીઓ કે પરિવારના મિત્રોને મળો. સોશિયલ મીડિયા, કૉલ્સ અને મેસેજિંગ એ આપણા સમયનો બગાડ છે. જે તમારા જૂના પણ અતિસારી વ્યક્તિગત મળવાની પ્રથાને દૂર કરી રહી છે. તમે કેવો અનુભવ કરો છો તે અંગે કોઈની સાથે સામે સામે વાત કરવાની સીધીસાદી પદ્ધતિ ડીપ્રેશનને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.

•       જીવંત રહો

         તમે જ્યારે ડીપ્રેશનમાં હોવ ત્યારે બેડમાંથી બહાર આવવું એ એક મોટો પડકાર જેવું લાગશે. પરંતુ રિસર્ચ જણાવે છે કે, રોજરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગ્ય કસરત કરવું એ મેડિટેશનની જેમ ડીપ્રેશનની લાક્ષણિકતાઓ માટે અસરકારક થઈ શકે છે અને તેના ચુંગાલમાં જવાથી અટકાવી શકે છે. વૉકિંગ, વેઈટ ટ્રેઈનિંગ, સ્વિમિંગ, માર્શલ આર્ટસ કે જેમાં તમારા બંને હાથ અને પગ મૂવ કરતા હોવ તેવા ડાન્સ જેવી તાલબદ્ધ કસરત એ ડીપ્રેશનમાંથી બહાર લાવવામાં મહત્તમ લાભ આપે છે.

•       નકારાત્મક વિચારો ત્યજો

        ડીપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે, તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મકતા લાવે છે. આથી હું કંઈ પણ સારૂં નથી કરી શકતો એવા સામાન્ય વિચારોથી દૂર રહો. હકારાત્મક ઘટનોને નજરઅંદાજ કરવા અને નકારાત્મક પર ભાર મૂકવા જેવી બાબતોથી દૂર રહો. જો કોઈએ મને દગો આપ્યો છે તો હું સંબંધો માટે ફિટ નથી તેવા અલ અર નથિંગ થિંકિંગ મનમાં ન રાખો. હકારાત્મકને ન માનવા (ઈન્ટરવ્યૂ પેનલે મને સારું કહ્યું, પરંતુ તેઓ માત્ર સારું લગાડવા જ કહે છે) થી દૂર રહો. ઉતાવળે કોઈ તારણ પર ન આવી જવું. (જેમ કે, મારે આ ખરાબ બૉસ સાથે કાયમી કામ કરવાનું થશે.) લાગણીસરભ કારણો (હું એક લૂઝરની જેમ વિચારું છું – આથી હું કશાકને લાયક નથી) નક્કી ન કરો. આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ તેવા લેબલિંગ વિગેરેથી દૂર રહો.

     જ્યારે આ પ્રકારના ચિંતનકારી વિકૃતિઓ તમારા પર હાવી થાય તો એ તમારા માટે યાદ રાખવાનું મહત્વનું બની જાય છે. આ એક ડીપ્રેશન છે અને તમે તત્કાળ આ અવ્યવહારૂ, બિનતાર્કિક અને નિરાશાવાદી અભિગમોની ચકાસણી શરૂ કરો. એકવખત તમે આ રીતિને અનુસરવાનું શરૂ કરશો તો તમે આશ્ચર્ય થશે કે, તમે કેટલાક ઝડપથી તેમાંથી બહાર આવી શકો છો અને આ પ્રક્રિયામાં તમને વધુ સમતોલ સાપેક્ષતા વિક્સાવવામાં મદદરૂપ થશે.

•       વ્યવસાયિક મદદ મેળવો

        જો તમે તમારી જાતે પગલાં લીધા હોય અને લાઈફસ્ટાઈલમાં હકારાત્મક ફેરફારો કર્યા હોય તેમ છતાં તમારૂં ડીપ્રેશન વધતું જ જતું હોય તો પ્રોફેશનલ હેલ્પ મેળવો. આપણી નબળાઈ હાવી થાય તે પહેલા તેને જણાવી દેવાનું સાહસ જણાવો. કેમ કે, તે માટે વધુ શક્તિની જરૂર હોય છે.

        શાહરૂખખાન અને દિપિકા પદુકોણ જેવી બૉલિવુડની સેલિબ્રિટિઓને સલામ કે જેમણે પોતે જીવનમાં એક તબક્કે ડીપ્રેશનમાં રહ્યા હોવાનું અને આ બિમારીમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લીધી હોવાનું કબૂલ્યું હતું.

 

મૂડ સુધારવા આટલું કરો.

•       કુદરતી વાતાવરણમાં થોડોક સમય વિતાવો

•       કળા, સંગીત કે લેખન થકી તમારી જાતની અભિવ્યક્તિ કરો.

•       તમારા પ્લસ પોઈન્ટ્સની યાદી બનાવો.

•       એક લાંબો કૂલ બાથ લો.

•       એક સારું પુસ્તક વાંચો

•       કોમિક ફિલ્મ કે ટેલિવિઝન શૉ જૂઓ.

•       પાલતુ (પેટ) સાથે રમો.

•       મિત્રો કે પરિવાર (સોશિયલ મીડિયાના સમયમાં આ અત્યંત મુશ્કેલ છે) સાથે સામસામી વાર્તાલાપ

•       સંગીત સાંભળો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles