ઇન્ટરનેટ એટલે કે આંતરજાળ લગભગ બધે ફેલાઈ ચૂકી છે.
આપણે આજકાલ જે જમાનામાં જીવી રહ્યા છીએ તે
ઇન્ફોર્મેશન ટેકનૉલોજીનો અથવા માહિતીયુગ કહેવાય છે.
ઇન્ટરનેટ એટલે કે આંતરજાળ લગભગ બધે ફેલાઈ ચૂકી છે.
એને ફેલાવનારા લહેર કરે છે અને ફસાનારા તરફડે છે.
એક નવું નક્કોર જનરેશન આ આંતરજાળની મહાજાળે ઊભું કરી આપ્યું છે.
મોબાઈલ મોબાઈલ રમતી આ પેઢીને વોટ્સએપિયા જનરેશન કહી શકાય.
ઘરના દિવાનખાનામાં બેઠેલા ચાર જણ હવે અંદરઅંદર વાત નથી કરતા પણ...
પોતપોતાના મોબાઈલમાંથી ચેટ કરે છે.
તમારી કિંમત તમારી આવડત પરથી નહીં પણ ફેસબુકના મિત્રોના ભરચક લિસ્ટ પરથી થાય છે.
આ ફેસબુકીયા અને વોટ્સએપિયા જનરેશન જેમ એક જમાનામાં દેવાનંદનું ‘હરે રામ હરે કૃષ્ણ’ ચલચિત્ર આવ્યું હતું તેના પેલા મોક્ષસાધકોની માફક હવે ‘દમ મારો દમ’ને બદલે...
ફટાફટ ફોરવર્ડનો દમ મારીને જીવે છે.
આ પેઢીને ક્યારેક દેશભક્તિનો ઊભરો પણ આવે
ત્યારે...
સંદેશાઓ વહેતા થાય છે કે ‘યુનેસ્કોએ આપણા રાષ્ટ્રગીતને પ્રથમ નંબર આપ્યો’
હરખ હવે તું હિંદુસ્તાન
યુનેસ્કોએ આપણા રાષ્ટ્રધ્વજને પ્રથમ નંબર આપ્યો !
ભારત માતાકી જય
દેશભક્તિથી ઉભરાતી આ પેઢી આવા અને બીજા આ જ પ્રકારના સંદેશાઓ અંગૂઠાથી કી દબાવીને ફટ્ટાક કરતા ફોરવર્ડ કરીને યુદ્ધ મોરચે લડતા હોય તેવું જ ગૌરવ અનુભવે છે.
આ ફોરવર્ડીયા અંગૂઠાછાપ પેઢીની પણ એક દુનિયા છે.
એક જમાનામાં ભારતમાં બનતી ઘટનાની વિશ્વસનીયતા બીબીસીના સમાચારમાં શું આવ્યું તેના પરથી અંકાતી હતી
આજે સોશિયલ મીડિયામાં આ વોટ્સએપિયા જનરેશન શું ગપસપ કરે છે તેના પરથી કપોળકલ્પિત સમાચારોનું અઘોર વિશ્વ ઊભું થાય છે.
આ દુનિયામાં ફોરવર્ડ મેળવીને કે કરીને જોડાનારા કરોડોમાં છે ત્યારે આજની આ પરિસ્થિતી ઉપર કચકચાવીને વ્યંગ કરતી...
આ વોટ્સએપિયા પેઢીના પતંગને લગભગ હાથમાંથી જ કાપી નાખતી એક મજાક પણ એમના જ વિશ્વમાં ફરી રહી છે.
પ્રસંગ કંઈક આ પ્રમાણે છે.
પ્રસૂતિ ગૃહના લેબરરૂમમાંથી એક નર્સ બહાર આવી.
એણે કહ્યું, ‘મા અને બાળક બંને સ્વસ્થ છે’
સાથે જ...
બાળોતિયામાં વીંટાળેલ પેલા નવજાત શિશુને એના પિતાના હાથમાં મૂકી દીધું.
બાળકના પિતાએ એને પોતાની બહેન એટલે કે બાળકની ફોઇના હાથમાં આપ્યું.
ફોઈએ ફૂઆને આપ્યું.
ફૂઆએ નાનીને આપ્યું.
નાનીએ નાનાને આપ્યું.
નાનાએ બાળકને એના કાકાને સોંપ્યું.
કાકાએ કાકીને આપ્યું.
કાકીએ બાળકને દાદીના હાથમાં મૂક્યું.
અને...
દાદીએ દાદાને આપ્યું.
.
.
પેલા બાળકે ગભરાઈને પૂછ્યું, ‘દાદાજી, આ તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો ????’
દાદાજીએ જવાબ આપ્યો...
‘બેટા ! આ બધા વોટ્સએપના રોગથી ગ્રસિત (પીડાય) છે.
તું માર્કેટમાં નવું છે ને...
એટલે બધા તને ‘ફોરવર્ડ’ કરી રહ્યા છે !!!!’
બોલો !
છે ને આજની પરિસ્થિતીનું તાદ્રશ્ય ચિત્રણ?
મજાક ગણો તો મજાક
અને કટાક્ષ ગણો તો કટાક્ષ
સમજણ પડે તેને વંદન અને...
ના પડે તેને ?
અભિનંદન !!!!!